Friday 16 March 2018

એક સવાલ...


પડઘાયો એક સવાલ..
હું તને ચાહું છું?
હા ચાહું છું..ને..ખુબ ચાહું છું ...
અંતરના ઊંડાણથી ચાહું છું..
રગરગમાં તું વહે છે...
શ્વાસોશ્વાસમાં તું રહે છે ..
આંખ ખુલે ને ત્યારથી...
તે ...આંખ બંધ થાય ત્યાં સુધી...
તું જ ...હોય છે ...
મારી આસપાસ..મારી ભીતર ..
મારા વિચારમાં ..મારા વહેવારમાં...
બધાને તું સ્પષ્ટ દેખાય છે ...
સવારથી સાંજ સુધી ..સાંજથી સવાર સુધી ..
બસ તને રીઝવવા મથ્યા કરું છું ...
સફળતા..અસફળતા વચ્ચે 
ગણના..અવગણના વચ્ચે 
સતત અવિરત અથડાયા કરું છું ..
લે મળી ગયો જવાબ ...
એકદમ સાચ્ચી વાત ...
હા.. તને ખુબ ચાહું છું...
પણ હવે એ સવાલ સતાવે છે કે ..
શું હું મને ચાહું છું?..
નિ:શબ્દ ...નીરુતર ..છે અંતર 
..દીપા સેવક.