Friday 21 February 2014

તારી નજર ....

તારી નજર સાથે જરી મારી નજર ટકરાય છે
તણખા ઝરે છે પ્રેમના જયારે બંને અથડાય છે

જ્યાં નેણ તારા તીર મારે ભીતરે હલચલ મચે
નજરો જરા તારી સંભાળ નશો નજરને થાય છે

ઢોળી મદીરા નજર તારી જામ છલકાવ્યા કરે
પીધા પછી તારી નજર ક્યાં હોશમાં રે'વાય છે

દોષી નથી આંખો વિના વાંકે જ તોય દંડાય એ
બેચૈન દિલ જો થાય ઉંઘ તો આંખની ખોવાય છે

તારી નજરના એક ઈશારે જ ઉગતો સુરજ ને
પાંપણ ઝુકે તારી જરા આખો સુરજ ઢંકાય છે

આખો દિ' જો સળગ્યા પછી સૂર્ય જરી ટાઢો પડે
ત્યાં સાંજની શીતળ લહેરો દિલ ધખાવી જાય છે

રાતો બને રોશન નથી જો ચાંદની તો શું થયું?
નાખે નજર જ્યાં જ્યાં તું ત્યાં ત્યાં રોશની પથરાય છે

મારી અરજ બસ એટલી કે રાત'દી સાથ તું રહે
હો જો તું સાથે તો અંધારા પણ ઝળાહળ થાય છે

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

....દીપા સેવક   

Monday 10 February 2014

रहे गई हमारी हर बात आधी....

रात आधी,बात आधी, हुई अपनी हर मुलाकात आधी
साथ तू चलता रहा.. फिर भी रही मेरी रजुआत आधी

साथ होकर भी ना था तू साथ तो घुली फ़िज़ामे बेचैनी
लगा चांदनी का नूर आधा, बिन बादल बरसात आधी

रही नजर मिलाने की कोशिश पर आँखे यु जुकी रही
मिली ना नजरे तो रही हालेदिल की मालूमात आधी

तुमने लब थे सी लिए, बस हम ही हम थे बोला किये
खामोशीमे दबी रही मेरे जज्बातो की कबुलात आधी

जैसे जैसे तुमसे मिलते गये हम और तन्हा होते गये
यु ही सफर चलता रहा और रहे गई हमारी हर बात आधी

.....दीपा सेवक