Saturday 29 September 2012

मुझे भी कुछ कहेना है


         










Photo: Apni yaden, apni batain lay ker jana bhool gaya,
Janay wala jaldi main tha, mil ker jana bhool gaya,

Mur, murr ker dekha tha usnay jatay rastay main,
Jesay usnay kehna tha kuch, jo wo kehna bhol gaya,

Waqt-e-rukhsat meri ankhain ponch raha tha anchal se,
usko gham tha itna ziyadah, khud wo roona bhool gaya
शिकायते तो मुझे भी तुमसे बहोत सी थी सनम पर कभी तुमको न बताया हमने
कितनी राते हमने भी काटी आग में जलते हुए पर कभी तुम्हे जख्म न दिखाया हमने 
प्यारके हर इम्तेहान से  हम तो हस्ते हुए गुजर गए तेरे इश्क के सहारे चलते 
जैसे तुमने उठाया मेरे प्यार पर सवाल,वैसे तो कभी हक़ भी नहीं जताया हमने ....  

Deepa Sevak

Wednesday 26 September 2012

સાજન તારી આંખોમાં




સાજન તારી આંખોમાં ઊર્મિઓનો અનેરો છલકાટ મેં જોયો છે

હૃદયમાં પ્રેમની તરસ અને મિલનનો તરફડાટ મેં જોયો છે

મનની છે વાતો બધી મન સમજી જાય શાનમાં

આપણાં મિલનની ઉર્જાનો ઉજળો ઝગમગાટ મેં જોયો છે


                By Deepa Sevak

Tuesday 25 September 2012

કવિતા બની જાય છે



ના ના હું ક્યાં કહું છું કે મને કઈ લખતા આવડે છે
હું તો તારા વિષે કઈ પણ લખું ને બસ કવિતા બની જાય છે
આછા અજવાળામાં તારી સાથે વિતાવેલી થોડી પળોને યાદ કરીને
તારા પ્રેમની ઉર્મીઓને વાચા આપું ને બસ કવિતા બની જાય છે
ધીમેથી તારું કાનમાં કંઈક ગણગણી  મને પંપાળવું યાદ કરીને
તારા હાથોના સ્પર્શને ફરીથી મનોમન માણુંને બસ કવિતા બની જાય છે
જકડાયેલા બદન અને અચાનક ઉચકાતા મારા શ્વાસોની ગતિ યાદ કરીને
તારા હોઠની ભીનાશ જરા મારા ગાલે મહેસુસ કરુને બસ કવિતા બની જાય છે
બસ આપણાં મિલનને શબ્દોમાં મુકુને એક કવિતા બની જાય છે

By Deepa Sevak

પડછાયા થી પ્રીત સુધી







મને એમ કે હું તારો પડછાયો બનું
પણ જો પડછાયો થાઉં તો
પ્રકાશે પહોચું પણ અંધારે હું ક્યાં જાઉં
દિવસે તો ઠીક પણ રાતે સાથે કેવી રીતે રહું
મારે તો તારી સાથે દિવસ અને રાત
 આજીવન રહેવું છે
એટલે પડછાયો નહિ હું તારી પ્રીત બની..
કારણ હું રહું કે ના રહું મારી પ્રીત હંમેશા તારી સાથેજ રહેશે..

                     By Deepa Sevak

વાલમના વાયદા



વાલમ તારા વાયદા જાણે વાદળ આકાશના
ધેરાય પણ વરસે નહિ કોઈદી એવી જાતના

તારા એ સાથી કેટલું મારું મનડું દુભાવે
જોરથી ગરજી ગરજી તારી યાદ દેવડાવે
છબી તારી જો જોઉં હૈયું રહેતુંના હાથમાં
વાલમ તારા વાયદા જાણે વાદળ આકાશના
ધેરાય પણ વરસે નહિ કોઈદી એવી જાતના

રોજ રોજ મન અવનવી તરકીબો લડાવે
કેમ કરી રોકુ તને જો તું મળવાને આવે
મનની વાતો તું કેમ સમજે ના શાનમાં
વાલમ તારા વાયદા જાણે વાદળ આકાશના
ધેરાય પણ વરસે નહિ કોઈદી એવી જાતના
સમજે તરસ તોય સામે રહીને તરસાવે
ભીતર ભર્યા નીર તોય ના મેહ વરસાવે
કેટલુય મનાવે હવેના આવું તારી વાતમાં
વાલમ તારા વાયદા જાણે વાદળ આકાશના
ધેરાય પણ વરસે નહિ કોઈદી એવી જાતના
BY Deepa Sevak.






વેદનાનું ભૂત



સ્મરણનો બધો ભાર..
વિસ્મરણના વ્હેમની મટુકીમાં ભરી
વિશ્વાસની ઓઢણીથી
કાંઠલો મુશ્કેટાટ બાંધી
સમયની નદીમાં વહાવી
પાછુ જોયા વગર ચાલી નીકળી
કેમ કે
"મા" ની વાત યાદ આવી
કે તર્પણ કરી પાછા ફરતા 
પાછુ વાળીને ના જોવાય
નહીતો ભૂત વળગે,
ને સાચું કહું ..
મને વેદનાના ભૂતની બહુ બીક લાગે...છે.

..દીપા સેવક.

Thursday 13 September 2012

तुमसे मिलकर



एक हसीन ख्वाब सी बन गई है जिन्दगी तुम से मिलकर
बिना बहार के फुल सी खिल गई है जिन्दगी तुमसे मिलकर

हम चाँद तो नहीं थे पर सितारोमे हमारा चर्चा तो था
रातो की सियाही से हमारा सनम कोई रिश्ता तो था
अब तो हसीन नजारों सी चमक रही है जिन्दगी तुम से मिलकर
बिना बहार के फुल सी खिल गई है जिन्दगी तुमसे मिलकर
हम तो भूलही चुके थे मुस्कुराना,जीना भी ना भाता था 
आखो को रूसवाईओ के सिवा कुछ भी नजर न आता था
अब तो ख़ुशी बनकर निखर गई है जिन्दगी तुम से मिलकर 
बिना बहार के फुल सी खिल गई है जिन्दगी तुमसे मिलकर

ख्वाबो को मेरी आखोमें देकर अब न रुठना हमसे
अब सहा जायेगा न फिरसे दिल का टूटना हमसे 
अबतो तुम्हारी ही हो गई है जिन्दगी तुमसे मिलकर
बिना बहार के फुल सी खिल गई है जिन्दगी तुमसे मिलकर
By Deepa Sevak