Tuesday 2 October 2012

એ સપનાની વાતો કરતા વીતાવીશું આખી રાત


ચોરીલે મારું સપનું મારી આંખોમાંથી તું આજ
 સપનાની વાતો કરતા વીતાવીશું આખી રાત

જે હતું મારી આંખોમાં હવે તારા દિલમાં વસી જશે
સાંભળ ધડકન મારા દિલની મારું સપનું કહી જશે
નીકળીને મનની વાતો પહોચશે હોઠો પર આજ
 સપનાની વાતો કરતા વીતાવીશું આખી રાત

સદા સાનિધ્ય તારું ઝંખે સાંજ પડે દિલ તરસે મળવા
ચાંદનીની મધુર છાયામાં મધુરમિલનની વાતો કરવા
જૂની યાદોની ચાદર ઓઢીને પ્રણય રાગ છેડીશું આજ
 સપનાની વાતો કરતા વીતાવીશું આખી રાત

પ્રણયનું  તોફાન ચડ્યું જે હવે કદી ના સજન થંભે
માણવી છે પાછી એજ જિંદગી જે હતી પ્રણયસફરના આરંભે
સિંદુરી સુરજ સજન ઉગાડીશું આપણી આંખોમાં આજ
 સપનાની વાતો કરતા વીતાવીશું આખી રાત

By Deepa Sevak

No comments:

Post a Comment