Friday 12 October 2012

તૂ રિસાય તો લાગે છે મૌત નજીક મને

 
તૂ રિસાય તો લાગે છે મૌત નજીક મને,
તૂ રિસાય તો લાગે છે ઝિંદગી અજીબ મને.
મારા અસ્તિત્વનુ કારણ જ્યારે તૂ છે,
તારા વીના લાગે છે રિસાયેલૂ નસીબ મને
ભૂલ મારી ભૂલી જઈને સ્થાન હૃદયમાં આપજે
શક પાળીને તારાથી ના દુર કદી કરીશ મને
હાથ મારો ઝાલીને પાર સફર ઘણી દુર્ગમ કરી
ધડકન મારી સાંભળજે હર ધડકનમાં પામીશ તને
આંખમાં મારી જોઇશ તો બસ તારી છબી દેખાશે
સાત જન્મના સાથની છે તારી સાથે ખ્વાહીશ મને
By Deepa Sevak




No comments:

Post a Comment