Friday 12 October 2012

દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી



બહુ ગરમ છે રાત આ જુઓ જરા પણ હવા નથી
દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી

આંસુ તારી યાદમાં વહે  છે એ પણ ગરમ છે
દાઝેલા દિલની આગની આંચ તો એમાં નથી?
બહુ ગરમ છે રાત આ જુઓ જરા પણ હવા નથી
દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી
ચાંદની પણ વરસતી જાણે નરી આગ ઓકતી
ચાહત તારી ચાહવાની તો સનમ આ સજા નથી?
બહુ ગરમ છે રાત આ જુઓ જરા પણ હવા નથી
દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી
તડપવું કોઈની યાદમાં એ નિશાની છે પ્રેમની
સંકેત સનમ આ રોગના કોઈ કાં તુજમાં નથી?
બહુ ગરમ છે રાત આ જુઓ જરા પણ હવા નથી
દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી
બેહોશી એવી પ્રસરીછે રગરગમાં તુજ પ્રણયની
ખૂણો એક એવો નથી જ્યાં આપણી ચર્ચા નથી
બહુ ગરમ છે રાત આ જુઓ જરા પણ હવા નથી
દિલનું દર્દ લાઈલાજ છે એની કોઈ દવા નથી
BY Deepa Sevak.

No comments:

Post a Comment