Friday 12 October 2012

આજ ફૂટી છે સજન મારા સપનાને પાંખ




આજ ફૂટી છે સજન મારા સપનાને પાંખ
ઉડી પહોચું ગગન, મારું ગગન મારા પીયુની આંખ
આંખોમાં આંજું હું પ્રીતના ઇન્દ્રધનુષી રંગ
રંગી દઉં પિયુને , જો લાગુ મારા પિયુને અંગ
વાદળમાં ભેળવી દઉં મારા મનના ઉમંગ
વરસું મનભરીને જો મળે મારા પીયુનો સંગ
તરસ્યા આ તન-મન ભીંજવીને થાઉં તરબોળ
અંગ અંગમાં બાજી ઉઠે પિયુમિલનના જલતરંગ
આજ ફૂટી છે મારા પ્રીતના પારેવાને નવી પાંખ
પિયુ સંગ ઉડવા તેતો ચાલ્યું આકાશ ...

BY Deepa Sevak

No comments:

Post a Comment