Thursday 11 October 2012

રતાશ




આજે મારી આંખોની રતાશ જોઈ તે પૂછ્યું
તારી આંખો આજે છે લાલ કેમ?
કચરો પડ્યો છે કંઈક આંખમાં?
કે પછી ઉજાગરો નડ્યો કશી વાતમાં?
કે રોયા પછીની રતાશ?
કેમ કરી સમજાવું સજન તને કે
નથી કચરો પડ્યો કે નથી ઉજાગરો નડ્યો
 તો તારી આંખોમાં ખુંચતી
કોઈ કણીની રતાશ મારી આંખમાં ..

By Deepa Sevak

No comments:

Post a Comment