Friday 12 October 2012

હવામહેલ



રોજ તૂટતા સપનાઓની કરચોને ક્યાં સાચવું ,
પહેલાથી જ  હૃદય મારું નકરું લોહી લુહાણ છે  
તોય આંખો નથી થાકતી નવા સપના સજાવતા,
જેમ રોજ ડૂબીને ઊગવું એ સુરજની પહેચાન છે
ભલે આંસુની ઝાલર બનાવી પલકોને શણગારવી પડે 
આમ પણ દર્દ એ પ્રેમનું માનીતું મહેમાન છે
રોગ લગાવ્યો જાણીને પછી ફરિયાદનું કારણ નથી 
હવામહેલના તુટવાથી મન નાહક તું પરેશાન છે   
માની લે જિંદગી તારી પણ એટલી આસાન નથી
એ કાંટાળી કેડીથી હવે તું રહ્યું ક્યાં અજાણ છે 
મોહ રાખી સપનાનો જિંદગી વધુ વિકટ ના બનાવ તું 
આખરે આ શરીરનું અંતિમ સરનામું સ્મશાન છે  
 
BY Deepa Sevak 

No comments:

Post a Comment