Friday 12 October 2012

બીજું શું લખું?




મને એમ કે ચાલો આજે હું કંઈક નવું લખું
વિચારો બધા તમારી આસપાસ અટવાયા બીજું શું લખું?
મોસમના રંગ છે બદલાવાની એને આદત છે
બદલાતા મોસમમાં પણ તમેજ દેખાયા બીજું શું લખું?
વરસે છે આંખો, વરસવાની એને આદત છે
આંસુની હર બુંદમાં પણ તમેજ છલકાયા બીજું શું લખું?
મિલનની તરસ છે,તરસવાની મનને આદત છે
મનની હર તરસમાં પણ તમેજ છુપાયા બીજું શું લખું ?
દુર ઉડી ગયેલા પેલા પંખીને માળામાં પાછુ ફરતું જોઇને
સજન મને પાછા ફરી તમેજ યાદ આવ્યા બીજું શું લખું ?

By Deepa Sevak.

No comments:

Post a Comment