Saturday 13 October 2012

આંખોના અવકાશમાં સપના ઘણા પોંખ્યા સખી


                                    Angel Images, Scraps, Comments, Quotes, Graphics and Glitters for Orkut, Myspace, Facebook, Hi5, Tagged, Friendster

આંખોના અવકાશમાં સપના ઘણા પોંખ્યા સખી
સાત પગલાની સોડમાં અસંખ્ય સુરજ ઊગ્યા સખી
ખબર નથી પ્રણયપંથ પર આપી પરીક્ષાઓ કેટલી
માનીતા સિંદુરને પામવા દેવ કેટલા પૂજ્યા સખી 
મુજ મન બહેલાવવા રસ્તે મળ્યા ઉપવન ઘણા
પ્રણયપુષ્પને ચુંટતા કાંટા કેટલા વાગ્યા સખી
હાથ પકડીને સમયનો ચાલ્યા કર્યું થાક્યા વગર
અવરોઘ કેટલા ઓળંગ્યા તોસાથ પિયુનો પામ્યા સખી
પીડા હતી જે આજ સુધી મહેસુસ હવે ક્યાં થાય છે?
જો પિયુ મુજને મળ્યા, રોમ રોમમાં પ્રસરી ગયા સખી

By Deepa Sevak.

No comments:

Post a Comment