Friday 12 October 2012

આંખોમાં દર્દના દરિયા ભરાઈ ગયા..

                                  


નયન જાણે દર્દના દરિયા થઇ ગયા
આંસુ એટલેજ તો ખારા થઇ ગયા
પડ્યા આંસુ જો દિલના જખમ પર
સુકા જખમ પાછા લીલા થઇ ગયા
લીલા જખમ બહુ ચચરે ખારાશથી
પીડામાં શ્વાસ બહુ અધીરા થઇ ગયા
અધીરા શ્વાસને બાંધી લો પ્યારથી
કરો ઈશારો અમે તમારા થઇ ગયા
જતા શ્વાસ રોકાશે પળમાં,નહિ તો
શોધજો, અમે આભના તારા થઇ ગયા
તારાની ભીડથી તમને નીરખ્યા કરીશું
ચાંદનીમાં પ્યાર વરસાવતા થઇ ગયા  
ઉપર જઈને પણ મળશે સુકુન રુહને જો
ક્યારેક કહેશો કે તમે અમારા થઇ ગયા ...
દીપા સેવક.

No comments:

Post a Comment